દિલ્હી-NCRમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખરાબ હવામાન અને પાણી ભરાવાને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જિલ્લા ડીએમ મનીષ વર્માએ આ આદેશ જાહેર કર્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દિલ્હી-NCR સહિત અનેક શહેરોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ડીએમ તરફથી આ સૂચનાઓ આપવામાં આવી હતી.