અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. સોલા, ગોતા, ગુજરાત હાઇકોર્ટ (Gujarat high Court) પાસે ભારે વરસાદ ખાબક્યો છે. તો સાયન્સ સિટી, પકવાન, ઇસ્કોનમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જો કે એસજી હાઇવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.