ગુજરાતી સાહિત્ય જગતમાંથી વધુ એક શખ્સિયતની વિદાય થઈ છે. ‘ગુજરાતના કોકિલા’ કહેવાતા ગાયિકા કૌમુદી મુનશી નું 91 વર્ષની વયે નિધન થયું છે. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા પીઢ ગાયિકાએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેઓને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કે, ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.