પીએનબી બેન્ક મહાકૌભાંડમાં સંકળાયેલા નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીના અબજો રૂપિયાના કૌભાંડને પગલે મોદીની ઇન્ટરનેશનલ જ્વેલરી કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલના બોર્ડમાંથી કેટલાક હાઈ-પ્રોફાઇલ એક્ઝિક્યુટિવ્સે રાજીનામાં આપી દીધાં છે. સૂત્રો અનુસાર આ એક્ઝિક્યુટિવ્સમાં અમેરિકન એક્સપ્રેસના સંજય રિશી, પેપ્સિકોના એક્સ એક્ઝિક્યુટિવ ગૌતમ એમ અને વિપ્રોના પૂર્વ સીએફઓ સુરેશ સેનાપતિનો સમાવેશ થાય છે.