પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત જુદી-જુદી રીતે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. જેમાં વ્યાપારિક સંબંધો પણ સામેલ છે. ઘણા ટ્રેડર્સ અને ખેડૂતોએ પાકિસ્તાનને માલ-સામાન સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતાં માલ-સામાન પર ભારતે બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી છે. જેની અસર હવે જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં મોંઘવારી આકાશ આંબી રહી છે. અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનમાં તમામ શાકભાજી મોંધી થઇ ગઇ છે. જેના કારણે અફરાતફરીનો માહોલ છે. સાઉથ એશિયાની એક પત્રકારે તેના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે, લાહોરમાં ટામેટા 180 રૂપિયા કિલો મળી રહ્યાં છે. ત્યાં જ ભારતમાં ટામેટાનો ભાવ 10 રૂપિયા કિલો છે. પાકિસ્તાનના શાકભાજી માર્કેટમાં બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં બટાકાનો ભાવ 30-35 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે.