ભારતની ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ કેપિટલ તરીકે જાણીતું બેંગલુરુ વિશ્વના સૌથી વધુ ગીચતા ધરાવતા શહેરોમાં છઠ્ઠા ક્રમે છે. ડચ લોકેશન ટેક્નોલોજી નિષ્ણાત ટોમ ટોમે વર્ષ 2023ના આધારે આ રિપોર્ટ જાહેર કર્યો છે. વર્ષ 2022માં બેંગલુરુ બીજા ક્રમે હતું. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં બેંગલુરુમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 29 મિનિટનો સમય લાગ્યો હતો,હવે 28 મિનિટ 10 સેકન્ડનો સમય લાગે છે.