જી.એસ.આર.ટી.સી દ્વારા બસના ભાડાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે નેશનલ હાઇવે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 40 સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12 વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે.