કોરોનાની મહામારી વચ્ચે જાપાનના ટોકિયોમાં દુનિયાનો સૌથી મોટો રમતોત્સવ ઓલિમ્પિક યોજાવા જઈ રહ્યો છે.
જોકે કોરોનાનો પગપેસારો ખેલાડીઓ માટેના ઓલિમ્પિક વિલેજમાં પણ થઈ ચુકયો છે. વધુ બે ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કુલ ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ થતા ઓલિમ્પિક વિલેજમાં ખળભળાટ મચી ગયો છે.
આગામી દિવસોમાં 11500 ખેલાડીઓ તેમજ 79000 કર્મચારી, મીડિયા અને ઓફિશિયલ્સ જાપાન પહોંચવાના છે. જેના પગલે હવે મોટા પાયે કોરોના ટેસ્ટનુ અભિયાન ચલાવવાનુ નક્કી કરાયુ છે.
રમતો દરમિયાન કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે રોજ ખેલાડીઓનો અને બીજા સ્ટાફનો ટેસ્ટ થશે. આમ રોજ 80000 લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. ઓલિમ્પિક રમતોનુ આયોજન કરનાર કમિટીએ આ ટેસ્ટ કરવા માટે 230 ડોકટરો અને 130 નર્સોની વ્યવસ્થા કરી છે.