ટોક્યો ઓલમ્પિકનો આઠમો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો. આ દરમિયાન બોક્સર લવલીનાએ દેશના નામે વધુ એક મેડલ પાક્કો કરી દીધો હતો. તેમણે મહિલાઓના બોક્સિંગની 69 કિગ્રા ભારવાળી સ્પર્ધાના સેમીફાઈનલમાં જગ્યા બનાવી. લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ખેલાડી નિએન ચિન ચેનને 4-1થી આકરો પરાજય આપ્યો હતો.
મહિલા હોકીમાં ભારતે આયરલેન્ડને 1-0થી હાર આપી હતી. આ તરફ દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં મહિલાઓની વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધામાં હારી ગઈ હતી. કોરિયાની આન સને તેને 6-0થી હરાવી હતી.
તે સિવાય બેડમિન્ટન મહિલા ક્વાર્ટર ફાઈનલમાં પીવી સિંધુ પોતાનો પડકાર રજૂ કરશે. બીજી ગેમમાં સિંધુ અને યામાગુજી વચ્ચે જોરદાર ટક્કર ચાલી હતી.