પૂર્વોત્તરના બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં મંગળવારે વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. સુરક્ષિત અને શાંતિપૂર્ણ મતદાન માટેની તૈયારી ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. બન્ને રાજ્યોના ચૂંટણી પરિણામ 3જી માર્ચે જાહેર થશે. આસામ, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં સરકાર રચવા ઉત્સાહિત ભાજપ મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી સાથે હાથ મિલાવી સત્તા માટે પ્રયાસ કરે છે. જોકે અહીં છેલ્લાં દસ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું.