મતદાર યાદીમાં મતદારોના ફોટા સહિતની વિગતોમાં ફેરફાર કરવા રાજ્યભરમાં બૂથ લેવલ સુધી ૧લી સપ્ટેમ્બરને સોમવારથી મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ થશે.
૧૫મી ઓક્ટોબર સુધી યોજનારા આ કાર્યક્રમમાં મતદારો ઓનલાઈન ફેરફાર પણ કરાવી શકશે. તેમ શનિવારે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું.
અવસાન પામેલા, સ્થળાંતરીત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા તેમજ તમામ મતદારોની વસ્તી વિષયક ચકાસણી, તેના પ્રમાણિકરણ કરવા યોજનારી આ ઝુંબેશમાં મતદારો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવા ૧૦ પૈકીના કોઈ પણ એક દસ્તાવેજ ઉપરાંત ડિજિલોકર પરથી ચકાસેલા દસ્તાવેજો રજૂ કરી શકાશે.
ચકાસણી અને સુધારાની સુવિધા વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન, NVSP પોર્ટલ, ઈ-ગ્રામ કેન્દ્રો, નાગરીક સુવિધા, મતદાર સહાયતા કેન્દ્રોમાંથી ઉપલબ્ધ થશે. રાજ્યના ગામડાઓમાં પહેલીવાર વિલેજ કમ્પ્યૂટર સહાયક- VCE પાસેથી એકથી ત્રણ રૂપિયાની ફી ચૂકવીને મતદાર યાદીમાં આપેલી માહિતી ફેરફાર કરી શકાશે.