ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે (BJP) પોતાની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવારો પોતાની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.
અમદાવાદ મનપાના ઉમેદવારો શહેર ભાજપ કાર્યાલય પર એકત્રિત થશે. અને કાર્યાલય થી વિવિધ કચેરોએ ફોર્મ ભરવા જશે. ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે.