દુષ્કર્મ કેસના આરોપી આસારામ સામે જોધપુર કોર્ટમાં આજે ચુકાદો છે. જોધપુરમાં કલમ 144 લાગૂ કરી દેવાઈ છે. જોધપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા 378 લોકોની અટકાયત કરી છે. કાયદો અને વ્યવસ્થા માટે આસારામના અનુયાયીઓ પર પોલીસ નજર રાખી રહી છે. જોધપુર સેન્ટ્રલ જેલની આસપાસ બંદોબસ્ત વધારી દેવાયો છે. જોધપુર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.