રાજકીય નેતાઓ અને તેમના સમર્થકો હવે જનતા વચ્ચે જઇ વોટ માંગી રહ્યા છે અને વિકાસ ની વાતો કરી રહ્યા છે ત્યારે હાલ તો રાજ્યમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલુ છે. ભાજપ દ્વારા શિડયુલ ગોઠવી દેવાયુ છે તે મુજબ સ્ટાર પ્રચારકો હવે ગુજરાત માં પ્રચાર કાર્ય વેગવંતું બનાવી દીધું છે.
આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ બેઠક પર ચૂંટણી સભા ગજવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ધારી વિધાનસભા અંતર્ગત બગસરા, ધારી, મોટા સમઢિયાળા અને ચલાલાનો ચૂંટણી પ્રવાસ યોજશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની 8 બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.