ઇમર્જિંગ એશિયા કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજે ભારત Aનો મુકાબલો પાકિસ્તાન A સામે થશે. યશ ધુલના નેતૃત્વમાં ભારતનું પલડું ભારે લાગી રહ્યું છે. ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 51 રને હરાવ્યું હતું. સેમિફાઈનલ મેચમાં ભારતીય સ્પિનર નિશાંત સિંધુ અને માનવ સુથારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશ ધુલે 66 રનની ઇનિંગ રમી હતી. જયારે પાકિસ્તાન-Aએ સેમિફાઈનલમાં શ્રીલંકાને 60 રને હરાવ્યું હતું.