ભારત (India) આજે 72મા ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર રાજધાનીમાં યોજાનારી પરેડ દરમિયાન પહેલી વાર રાફેલ ફાઇટર પ્લેન ની ઉડાનની સાથે ટી-90 ટેન્ક, સમવિજય ઇલેક્ટ્રોનિક યુદ્ધક પ્રણાલી, સુખોઈ-30 એમકે આઇ ફાઇટર પ્લેન સહિત પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે. રક્ષા મંત્રાલયે સોમવારે કહ્યું કે ગણતંત્ર દિવસ પરેડમાં રાજપથ પર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ, રક્ષા મંત્રાલયની 6 ઝાંખીઓ, અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને અર્ધસૈનિક દળોની 9 ઝાંખીઓ સહિત 32 ઝાંખીઓમાં દેશની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ધરોહર, આર્થિક ઉન્નતિ અને સૈન્ય તાકાતની આન બાન શાન જોવા મળશે.