આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, અને દેશ વિદેશમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલી આપવાના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નવી દિલ્લીમાં રાજઘાટ ખાતે બાપુના સમાધિ સ્થળે સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીયમંત્રી હરદીપ સિંહ પુરી, ડૉ. જિતેન્દ્ર સિંહ, મીનાક્ષી લેખી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંદેશમાં કહ્યું કે, મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના આદર્શોએ વિશ્વ માટે એક નવો માર્ગ મોકળો કર્યો છે.