કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના બીજા શાસનકાળમાં પોતાનું ત્રીજું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક મંદીનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્રને કોરોના મહામારીએ બેવડો માર માર્યો હતો. કોરોના મહામારી પછી મોદી સરકાર દ્વારા રજૂ કરાઇ રહેલા આ પહેલા કેન્દ્રીય બજેટ પર દેશ આશાની મીટ માંડીને બેઠો છે. ભારતીય અર્થતંત્રના દરેક તબક્કા વર્ષ ૨૦૨૧-૨૨ માટેના આ બજેટમાં પોતાની અપેક્ષાઓ સંતોષાશે કે કેમ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. હાલ ભારતીય અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર છેલ્લા ૧૦ વર્ષના તળિયે બેઠો છે, દેશમાં બેરોજગારીનો દર ટોચ પર છે, મોંઘવારી માઝા મૂકી રહી છે, સરકારની મહેસૂલી આવકમાં ઘટાડાના કારણે અંદાજપત્રીય ખાધ વિક્રમજનક સપાટી પર પહોંચી છે ત્યારે નિર્મલા સીતારામન માટે અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવાનું મહાકાય લક્ષ્યાંક સરળ બની રહેશે નહીં.