ભારત-વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝની બીજી બેચ બુધવારે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે. આ ભારતની 950મી વનડે મેચ હશે. આ આંકડા સુધી પહોંચનારો તે પહેલો દેશ બની જશે. ભારતે ગુવાહાટીમાં થયેલી પહેલી વનડેમાં વિન્ડીઝની ટીમને આઠ વિકેટે હરાવી હતી. ત્યારે ભારત માટે બે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ સદી લગાવી હતી. બંને આ મેચમાં પણ પોતાના ફોર્મને જાળવી રાખવા માંગશે. વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ત્રણ ખેલાડી પોતાની માટે ખાસ રેકોર્ડ બનાવી શકે છે. વિરાટ કોહલી પાસે તો આ મેચમાં ત્રણ-ત્રણ રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.