સરકાર વિપક્ષની જાસુસી કરાવતી હોવાના મુદ્દે સસંદમાં વિપક્ષે મચાવેલી ધમાલ વચ્ચે દિવસદરમિયાન બે વાર સંસદની કાર્યવાહી સ્થગિત રાખવાની અધ્યક્ષ ઓમ બિરલાને ફરજ પડી હતી. બપોરના 3 વાગ્યા બાદ ફરી શરૂ થયેલી સંસદની કાર્યવાહીમાં વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે સરકારે જાસુસી મુદ્દે સ્પષ્ટતા કરવી પડી હતી.
આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં નિવેદન કરતા કહ્યુ કે, સરકાર કોઈના ફોન ટેપિગ કરતી નથી. આ મુદ્દે કોઈ તથ્ય નથી. સરકારના આ નિવેદન બાદ લોકસભા અધ્યક્ષે લોકસભાની આજના દિવસની કાર્યવાહી આવતીકાલ સુધી મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.