દિલ્હીમાં આજે NDAની બેઠક, સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી
NDAની બેઠકમાં આજે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત વિજય મેળવ્યો છે. હવે દરેકી નજર નવી સરકારની રચના પર છે. એવા પણ અનુમાન વ્યક્ત થઈ રહ્યા છે કે, મોદીના નવા મંત્રીમંડળમાં અમિત શાહ સહિત અનેક નવા ચહેરાને સ્થાન મળી શકે છે.
શુક્રવારે નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીમંડલે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સામુહિક રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન સહિત મંત્રીમંડળનું રાજીનામું સ્વીકારીને નરેન્દ્ર મોદીને નવી સરકારની રચના થાય ત્યાં સુધી કામચલાઉ વડાપ્રધાન પદે રહેવા જણાવ્યું છે.
ભાજપના નેતૃત્વવાળા NDAના નવા ચૂંટાયેલા સાંસદોની શનિવારે બેઠક થવા જઈ રહી છે, જેમાં તેઓ ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને પોતાનો નેતા પસંદ કરશે. તેની સાથે જ સરકારની રચનાની દિશામાં પ્રક્રિયા આગળ વધશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAએ લોકસભા ચૂંટણી 2019માં 354 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો છે.