વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં એસસીઓની બેઠક દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સાથેનું યુદ્ધ ખતમ કરવા આહ્વાન કરતા કહ્યું કે આજનો યુગ યુદ્ધનો નથી. આપણે શાંતિના માર્ગે આગળ વધવા ચર્ચા કરવી જોઈએ. પુતિને પણ જવાબમાં કહ્યું કે, અમે નહીં યુક્રેન યુદ્ધ ઈચ્છે છે. તે સંવાદની પ્રક્રિયામાં સામેલ થવા માગતું નથી.
ઉઝબેકિસ્તાનના સિલ્ક રોડ શહેરમાં એસસીઓ બેઠકને સંબોધન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે લગભગ ૫૦ મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક ચાલી હતી. આ બેઠકમાં બંને દેશના વડાઓએ યુક્રેન સંઘર્ષના કારણે ઊભી થયેલી સમસ્યાઓ ઉપરાંત ફૂડ સિક્યોરિટી, ફ્યુઅલ સિક્યોરિટી, ખાતરની અછત સહિત વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.