LRD ભરતીમાં ST અનામતમાં ઉભા થયેલ અન્યાયને પગલે છોટા ઉદેપુરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી આદિવાસી સમાજનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને દુકાનો સહિત વાહનવ્યવહાર પણ બંધ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, LRD પરીક્ષામાં એસટીનાં ખોટા દસ્તાવેજો બનાવવા મામલે છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ દ્વાર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.