PM મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ) નિમિતે દેશના તમામ સરપંચોની સાથે વીડિયો કોન્ફોરન્સિંગ કરશે. જણાવી દઈએ કે, PM મોદી પહેલા પંચાયતી રાજ દિવસના પ્રસંગે ઝાંસીમાં સરપંચોની સભાને સંબોધિત કરવાના હતા. જોકે હવે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો છે. ગુરુવારે મોદીએ પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલા પત્રમાં પંચ-સરપંચોને વીર યોદ્ધા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે ધૌર્ય, અનુશાસન, સહયોગ અને સાવધાનીથી કોરોનાની મહામારીને હરાવીશું. ઉલ્લેખનીય છે કે પંચાયતી રાજ દિવસ મનાવાની શરૂઆત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2010થી શરૂ થઈ હતી.