મધ્યપ્રદેશમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે રાજ્ય સ્તરીય વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.