પશ્ચિમ બંગાળને લઈને ચાલી રહેલી રાજનીતિ હવે બીજા સ્તર પર જઈ શકે છે. પહેલા પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં જવા માટે તૈયાર થયેલા મમતા બેનરજીએ બુધવારે અચાનક સમારંભમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી.
મમતાએ જાહેરાત કરી કે 30મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી શપથ લેશે એ જ દિવસે તેઓ 24 પરગણનાના નૈહાટી નગરપાલિકા સામે ધરણા પર બેસશે. કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસી કાર્યકરો પર થઈ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં મમતા ધરણા પર બેસવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે નૈહાટી નગરપાલિકાના પાર્ષદ પણ મંગળવારે ટીએમસી છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા છે.