આગામી તારીખ 17 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહેલાં ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં ઉપસ્થિત રહેવા માટે આજે ગુજરાતના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તન્જાવર સ્ટેટના રાજા શ્રી બાબાજી ભોંસલેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વતી તન્જાવર પેલેસ ખાતે રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવ્યું.
શ્રી બાવળીયાજીએ બાબાજી ભોંસલેનો ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે હજાર વર્ષ પહેલાં જ્યારે સૌરાષ્ટ્રના લોકો મદુરાઈ ખાતે આશરો શોધવા આવેલા ત્યારે મદુરાઈ સ્ટેટ એ આપેલા આશરો, પ્રેમ અને સહયોગના કારણે અહીં સૌરાષ્ટ્ર તમિલ સમાજ માત્ર વસ્યો નથી પણ દૂધમાં સાકરની જેમ ભળ્યો છે અને ઘણી પ્રગતિ કરી છે. સાથે સાથે તમિલનાડુના વિકાસમાં આ સમાજનું પણ બહુ મોટું યોગદાન છે. આ આપના મીઠા આવકારથી સાર્થક થયું છે માટે ગુજરાત આપનું સન્માન કરવા ઈચ્છે છે, અમારા નિમંત્રણને માન આપી અવશ્ય પધારશોજી.