ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) NVS-01 નેવિગેશન (NavIC) ઉપગ્રહને આજે અંતરિક્ષમાં લોન્ચ કરશે. આ ભારતીય પ્લેનેટોરિયમ NavIC સીરીઝના નેવિગેશનનો એક ભાગ છે. 2232 કિલોગ્રામનો ઉપગ્રહ (GSLV) શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લૉન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલની મદદથી સવારે 10:42 વાગ્યે ઉડાન ભરશે. NVS-01 નાવિક સમૂહ માટે તૈયાર કરવામાં આવેલી બીજી પેઢીના ઉપગ્રહોમાંથી પહેલો છે જેને એડવાન્સ સુવિધાઓ સાથે નાવિક (NavIC)ને વધારે વિકસિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.