જેનો ક્રિકેટ ચાહકોને ઘણા લાંબા અરસાથી ઈંતજાર હતો તે ઘડી હવે આવી ચૂકી છે. ભારત આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧.૩૦ લાખ પ્રેક્ષકોની હાજરી તેમજ એક અબજથી વધુ ટીવી-ઓટીટી દર્શકોની સામે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઈનલનો જંગ ખેલશે. બપોરે ૨.૦૦ થી મેચનો પ્રારંભ થશે અને રાત્રિ સુધીમાં તો વર્લ્ડ કપનો તાજ કોના શીર પર જાય છે તે નક્કી થઈ ગયું હશે.