સોનિયા ગાંધીનો આજે 76મો જન્મદિવસ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. સોનિયા ગાંધી અત્યારે રાજસ્થાનમાં છે. સવાઈ માધોપુરના રણથંભોરમાં આજે તેમના જન્મદિવસને લઈને તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ સોનિયા ગાંધીએ ગુરુવારે પોતાના પરિવારની સાથે રણથંભોર ટાઈગર સફારીની મજા માણી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ તેમના લાંબા જીવન અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.