વક્ફ સુધારા બિલ સંસદમાં પસાર થઈ ગયા પછી વિપક્ષે તેને સુપ્રીમમાં પડકાર્યું છે તેમજ ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ સહિત કેટલાક મુસ્લિમ સંગઠનોએ દેશવ્યાપી દેખાવોની ચેતવણી આપી છે. આવા સમયે દેશમાં રવિવારે રામનવમીની ઊજવણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાને મંજૂરી નહીં મળતા હિન્દુ સંગઠનોએ કોલકાતા હાઈકોર્ટમાંથી મંજૂરી મેળવી છે. ત્યારે ભાજપ પ્રદેશઅધ્યક્ષે હુંકાર કર્યો છે કે રામનવમીની ઊજવણી માટે ૧.૫ કરોડ હિન્દુઓ રસ્તા પર ઉતરશે, જેને પગલે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે પોલીસને એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.