આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી રાજઘાટ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે આજે તેઓ અનેક યોજનાઓની શરૂઆત પણ કરશે. વડાપ્રધાન મોદી 11 વાગ્યે ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે. મહાત્મા ગાંધી જયંતિ પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે, "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપૂનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે."
આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ની પણ જન્મ જયંતિ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતિ પર શત શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે."