મહિલાઓને દરેક ક્ષેત્રે સમાન હક મળે તથા તેઓના સશક્તિકરણ માટે આઠમી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાય છે. છતાં આજે એવી અનેક મહિલા અને કિશોરીઓ છે, જે પરિવાર અને આસપાસના લોકોથી જ યેનકેન પ્રકારે હિંસાનો ભોગ બને છે. તેવામાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના દૂષણે સગીરા અને મહિલાઓની હાલાકીમાં વધારો કર્યો છે.