આજે દેશમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સતત 11મી વખત સંબોધન કરશે. બીજી તરફ સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને રાજધાની દિલ્હીના ખૂણે-ખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રોડથી નદી અને આકાશ સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. NSG, SPG, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 35,000થી વધુ જવાનોને લાલ કિલ્લા અને સમગ્ર દિલ્હીની સુરક્ષા સોંપવામાં આવી છે.
અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા, બેંકિંગ મજબૂત બને છે ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છેઃ પીએમ મોદી
દેશજોગ સંબોધનમાં પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે,બેન્કિંગ સેક્ટરમાં જે સુધારા થયા છે જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નથી થયો, કોઈ વિસ્તરણ નથી, વિશ્વાસમાં કોઈ વધારો નથી… અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમારી સરકારે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડી: પીએમ મોદી
જ્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવે છે કે તે સમય મર્યાદામાં દેશના 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડશે અને તે કામ થઈ જશે, ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બને છે...: વડાપ્રધાન નરેન્દ્ર મોદી