ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે રવિવારે બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા છે. તે ચીનના ટોચના અધિકારી અને વિદેશમંત્રી વાંગ યી સાથે બેઠક કરશે. સોમવારે યોજાનાર આ બેઠકમાં પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને UNSCમાં આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં ચીનના અવરોધ મુદ્દે વાતચીત થઇ શકે છે. મહત્વનું છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અંગે ચીન પર દુનિયાનું ભારે દબાણ છે.