Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્લ્ડકપ ફૂટબોલની ફાઇનલનો દિલધડક દિવસ આખરે આવી પહોંચ્યો છે. આવતીકાલે આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસ વચ્ચે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ થી લુસેઇલ સ્ટેડિયમમાં મુકાબલો જામશે.
જો ફ્રાંસ ચેમ્પિયન બનશે તો બ્રાઝિલ પછી ૬૦ વર્ષે તે બીજી એવી ટીમ બનશે જે સતત બે વર્લ્ડકપ જીતશે. બ્રાઝિલે ૧૯૫૮ અને ૧૯૬૨ના સળંગ બે વર્લ્ડકપ જીત્યા હતા તે પછી કોઈ ટીમ આવી સિધ્ધિ માટે સફળ નથી થઈ. ૨૦૧૮માં ક્રોએશિયાને હરાવી ફ્રાંસ ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ આર્જેન્ટિનાનો ફૂટબોલ લેજન્ડ લાયોનલ મેસી તેની કારકિર્દીનો આખરી વર્લ્ડકપ તો રમ્યો જ પણ તેણે સેમિફાઇનલ જીત બાદ એવી જાહેરાત કરી દીધી છે કે ફાઇનલ તેની કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય તેના દેશ તરફથી રમતો હોય તેવી મેચ હશે આમ તે તેની મહાનતાને વધુ આગળ કરતા યાદગાર વિદાય સાથે આર્જેન્ટિનાના વિશ્વ કપ ભેટ આપવા મરણીયો જંગ ખેલશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ