દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે. શુક્રવારે સાંજે ચાંદ દેખાયા બાદ ભારતમાં આજે શનિવાદે ઈદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ઈદ-ઉલ-ફિત્ર એક ઈસ્લામી તહેવાર છે, જેને દુનિયાભરના મુસલમાન મનાવે છે. ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. ઈસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ દસમા મહિનાના શવ્વાલના પહેલા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે.