ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં દિવાળીની ઉજવણીના ભાગરૂપે આજે (રવિવારે) ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કુલ 18 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સમારોહ દરમિયાન આતશબાજી, લેસર શો અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં આ છઠ્ઠી વખત છે જ્યારે દીપોત્સવની (Deepotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે આ વિશ્વ વિક્રમરૂપ કાર્યક્રમમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વ્યક્તિગત રીતે ભાગ લઈ રહ્યાં છે.