આમ આદમી પાર્ટી (AAP) પોતાના મુખ્યમંત્રીનો ચહેરો આજે જાહેર કરશે. મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી મોખરે ઈશુદાન ગઢવીનું નામ ચર્ચાઈ રહ્યુ છે.
આપના યુવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું નામ પણ મુખ્યમંત્રીની દાવેદારીમાં છે. યુવા અને વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા બનેલા યુવરાજસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં છે.