ગીરસોમનાથના તાલાળા અને ગીર પંથકમા આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.5 રીકટર સ્કેલ પર નોંધાઇ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કીમી દૂર નોર્થ ઇસ્ટમાં હતું. ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ભૂકંપના કારણે જાનહાનિ કે માનહાનિના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.