આજે વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. આ વખતે 11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઇ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની 1214 જેટલી મંડળીના સભ્યો મતદાનમાં ભાગ લેશે. હાલમાં ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેકટર તરીકે બિનહરિફ થયા છે.
આ અંગે ગુજરાતમુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરીને પશુપાલકો અને અમૂલને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, Rabobank દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન 16મા ક્રમે છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન.
અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 78000 કરોડની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે કરોડોનો વહીવટ ધરાવતી અમૂલ ડેરીની ચૂંટણી માટે કેટલાક ધારાસભ્યો તેમજ સહકારી આગેવાનોએ આ વખતે ચૂંટણીમાં ઉભા રહ્યા છે. અત્યાર સુધીમાં અમૂલના ચેરમેન પદે રામસિંહ પરમાર અને રાજેન્દ્ર સિંહ પરમારની જોડી ચાલતી હતી. પરંતુ રામસિંહ પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની જોડી ભાંગી પડી હતી.