ગુજરાતમાં આજે સોમવારે પણ સામાન્યથી લઇને અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શનિવારે થયેલા ભારે વરસાદ પછી રવિવારે વરસાદે વિરામ લીધો હતો. હવામાન વિભાગના સૂત્રો અનુસાર અમદાવાદ સહિતના વિસ્તારોમાં સોમવારે પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેમ છે. તંત્ર પણ એલર્ટ છે.