દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે મફત રેવડીનો વિરોધ કરી રહેલા ભાજપે 15 વર્ષથી રાજ્યમાં સત્તા પર આવવાનું તેનું સપનું સાકાર કરવા મહિલાઓ માટે વચનોની લ્હાણી કરી છે. ચૂંટણી જીતવા માટે મહિલાઓને આકર્ષવામાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ પાછળ નથી. દેશમાં 2021માં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ મહિલાઓ માટે રોકડ લાભ સ્કીમ 'લક્ષ્મી ભંડાર યોજના' રજૂ કર્યા પછી દેશમાં યોજાયેલી લગભગ બધી જ ચૂંટણીઓમાં પક્ષો દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની યોજનાઓ રજૂ કરવાનું ચલણ વધી ગયું છે, જેનો તેમને લાભ પણ મળ્યો છે.