ભારત ડિજિટલ ઈન્ડિયા બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે તેમ સાયબર છેતરપિંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જોકે, ગૃહ મંત્રાલયની સાયબર વિંગ ૧૪-સી સતત સાયબર ફ્રોડ પર લગામ લગાવવા આકરાં પગલાં લઈ રહી છે, જેના હેઠળ સરકારે ૬ લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા છે. સાથે જ ગૃહમંત્રાલયની સાયબર વિંગના આદેશ પર ૬૫,૦૦૦ સાયબર ફ્રોડ કરનારા યુઆરએલ પણ બ્લોક કર્યા છે.