મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે જણાવ્યું હતું કે પાર્ટી અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે એમવીએ મોરચામાંથી બહાર આવવંુ જરુરી છે. છેલ્લા અઢી વર્ષમાં એમવીએ એટલે મહાગઠબંધનથી શિવસેનાને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ સાથે જ એકનાથ શિંદેએ એવો પણ દાવો કર્યો છે કે મને શિવસેનાના ૩૪ ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ એકનાથ શિંદેએ પોતાને શિવસેનાના નેતા જાહેર કર્યા હતા અને આ માટે સમર્થકો સાથે મળીને એક ઠરાવ પણ પસાર કરી દીધો હતો. જ્યારે બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદેને પક્ષે પદ પરથી હટાવી દીધા હતા.