એપ આધારિત કેબ કંપની ઓલા અને ઉબેરને પડકાર આપવા માટે દિલ્હીમાં કેબ ચાલકોએ નવી એપ આધારિત કેબ સર્વિસ ‘સેવા કેબ’ની શરૂઆત કરી છે. તેનો શરૂઆતનું ભાડું 5 રૂપિયા પ્રતિ કિલોમીટર રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ઓછા ભાડાંની સેવા કેબની જાહેરાત એવા સમયે થઈ છે કે જ્યારે ભાડાં વધારાની માંગણી સાથે દિલ્હીમાં ઓલા અને ઉબેર સામે હડતાળ ચાલુ હતી.