સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ એક એવું નાટક જોયું, જ્યાં એક દેશ જેને તેની સેના ચલાવે છે અને જેનું વૈશ્વિક સ્તર પર આતંકવાદ, માદક પદાર્થોના વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓમાં નામ છે, તેણે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાની હિંમત કરી છે. હું પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા પોતાના ભાષણ પર ભારત પર કરવામાં આવેલાં પ્રહારની વાત કરી રહ્યો છું.'