ફેસબુક હેટ સ્પીચનો વિવાદ સતત વધી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બાદ હવે તૃણમુલ કોંગ્રેસે પણ ફેસબુકના પ્રમુખ માર્ક ઝકરબર્ગને પત્ર લખ્યો છે. ટીએમસીએ આક્ષેપ કર્યો છે કે, ફેસબુક ભાજપના પક્ષમાં કામ કરી રહ્યું છે.
ટીએમસીએ 28 ઓગસ્ટના રોજ ફેસબુકને પત્ર લખ્યો હતો જેમાં કંપની પર ભાજપના પ્રતિ પક્ષપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટીએમસી પહેલા કોંગ્રેસે પણ માર્ક ઝકરબર્ગને પત્ર લખ્યો હતો.
બુધવારે જ આઈટી બાબતોની સંસદીય કમિટીએ ફેસબુકને સમન્સ મોકલ્યું છે. જેમાં વીતેલા દિવસોમાં થયેલા ખુલાસાની તપાસ કરવામાં આવશે. ટીએમસી અત્યાર સુધી આવા પ્રકારની સંસદીય બેઠકમાં ભાગ લઈ રહી નહતી કેમકે તેઓ સતત સંસદીય કમિટીઓની બેઠક વર્ચ્યુલ કરવાની માગ કરી રહ્યા છે.