તૃણમૂલ કોંગ્રેસના (Trinamool Congress) સાંસદ કૈલાશ બેનર્જીએ (MP Kailash Banerjee) મંગળવારે કૃષિ અને ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) પર ધનિકો માટે ‘મધ્યસ્થ’ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો અને બંગાળ માટે કેન્દ્રીય ભંડોળના બાકી હોવા અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી. ભાજપે તરત જ વળતો પ્રહાર કર્યો. કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ ચૌહાણ વિરુદ્ધ અપમાનજનક ભાષા બદલ બંગાળના સાંસદ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.