તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી મિમિક્રી કરી છે. જોકે આ બાદ ટીએમસી સાંસદે રવિવારે કહ્યું કે તેઓ કલાના રૂપમાં ઉપરાષ્ટ્રપતિની નકલ કરવાનું ચાલુ રાખશે. તે એકવાર નહીં પણ જરુર પડશે તો એક હજાર વખત કરશે કારણ કે તેમ કરવું તેનો મૂળભૂત અધિકાર છે. “હું તે કરવાનું ચાલુ રાખીશ,” તેણે કહ્યું. મિમિક્રી એ કલાનું એક સ્વરૂપ છે. જો જરૂરી હોય તો હું તેને હજાર વખત કરીશ. મારી પાસે મૂળભૂત અધિકારો છે જેના દ્વારા હું મારા વિચારો વ્યક્ત કરી શકું છું.